જામનગર મોર્નિંગ - જામનગર


જામનગરમાં સમર્પણ સર્કલ વિસ્તારમાં રહેતી એક યુવતી, કે જે કેન્સર ની બીમારીમાં સપડાઈ હતી, અને તેણીની તબિયત લથડતાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

મળતી વિગત મુજબ  જામનગરમાં સમર્પણ સર્કલ નજીક  એક ખાનગી સ્કૂલ પાસે રહેતી મનીષાબેન રાજુભાઈ સાપરિયા નામની ૪૬ વર્ષની કડીયા જ્ઞાતિની યુવતી, કે જે છેલ્લા દોઢેક વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતી હતી, અને તેણીની તબિયત બગડતાં ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ ને જાણ કરતાં ૧૦૮ ની ટુકડી સ્થળ પર દોડી આવી હતી, અને તેના તબીબે યુવતીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. 

આ બનાવ અંગે મૃતકના પતિ રાજુભાઈ ઠાકરશીભાઈ સાપરિયાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.