આ બનાવને લઈને લોકોના ટોળા એકત્રિત થયા: નવજાત બાળકને સારવાર માટે વોર્ડમાં ખસેડાયું
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ વિભાગ પાસેથી ગઈકાલે સાંજે એક નવજાત શિશુ જીવીત અવસ્થામાં મળી આવતાં ભારે દોડઘામ થઈ હતી, એને લોકોના ટોળા એકત્ર થયા હતા.
કોઈ અજ્ઞાત સ્ત્રીએ પોતાનો ગર્ભ છુપાવવા માટે નવજાત શિશુને ખુલ્લી અવસ્થામાં ત્યજી દીધું હોવાનું અનુમાન લગાવાયું છે. સેવાભાવી કાર્યકરે ત્યજી દેવાયેલા બાળકને તાત્કાલિક અસરથી સારવાર માટે બાળકોના વોર્ડમાં દાખલ કરાવ્યું છે.
આ બનાવની જાણ થતાં સીટી બી. ડિવિઝન નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે, અને નવજાત શિશુને ત્યજી દેનાર માતાની શોધ ખોળ હાથ ધરી છે.
0 Comments
Post a Comment