જામનગર મોર્નિંગ - જામનગર  


જામનગરમાં નાસ્તા ની રેકડી ચલાવતા એક યુવક ને બ્લડ લાઈવ મેલ ડેટિંગ નામની એપ્લિકેશન મારફત આઈ. ડી. બનાવી ને મેસેજ કર્યા પછી મળવા માટે લઈ જવાનું કહીને છ શખ્સો એ ઢીકા પાટુ નો અને ધોકા વડે માર મારી  ને ૩૫૦૦ ની રોકડ રકમ ઝૂંટવી લીધી હતી તેમજ રૂ. ૩૭ ૦૦૦ ની રકમ ગૂગલ પૅ થી ટ્રાન્સફર કરાવી લઇ તમામ છ આરોપી નાસી ગયા હતા. આ અંગે પોલીસ મા ફરિયાદ નોંધાવાઇ છે.


      જામનગર મા યુવતિ ને મળવા ની લાલચ આપી ને યુવાનો ને ખંખેરવા, લુંટવા માટે કારસ્તાન થઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો જામનગર નાં યુવાન સાથે બન્યો છે.શહેર નાં કાલાવડ નાકા બહાર તરમામાદ સોસાયટી મા રહેતા અને નાસ્તા ની રેકડી ચલાવતા દેવેન્દ્ર વશરામભાઇ નકુમ (૩૧) ને ગત તાં ૧/૫/૨૩ નાં રાત્રે બ્લડ લાઈવ એન્ડ મેલ ડેટિંગ નામની વિશાલ પટેલ નામની આઇ ડી બનાવી તેમાંથી એક મેસેજ મળ્યો હતો.ત્યાર પછી એક શખ્સ બાઈક લઈ ને તેની પાસે આવ્યો હતો.અને મળવા લઇ જવાનું જણાવી બંને અલગ અલગ બાઈક મા રવાના થયા હતા તેઓ જોલી બંગલા વિસ્તાર મા પોચ્યા ત્યારે એક રિક્ષા મા પાંચ શખ્સો આવ્યા હતા.અને  રોકડ અને ઘરેણા ની માંગણી કરતા આનાકાની કરવા મા આવતા ઢિકા પાટુ નો માર મારી રૂ. ૩૫૦૦ ની રોકડ રકમ ઝૂંટવી લીધી હતી.ત્યાર બાદ ધોકા વડે માર મારી બળજબરી થી ગૂગલ પે મારફત રૂ. ૩૭,૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ પછી તમામ આરોપી ઓ નાસી ગયા હતા.

   આ બનાવ અંગે દેવેન્દ્ર નકુમ એ અજાણ્યા છ શખ્સો સામે પોલીસ મા ફરિયાદ નોંધાવતા પોલીસે કાવતરા સહિત ની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. આ અંગે ની તપાસ પો.સબ.ઇન્સ.ટી બી બુડાસણા વધુ તપાસ ચલાવી રહ્યા છે.