જામનગર મોર્નિંગ - જામનગર


જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા એક કારખાનામાં ગઈકાલે રાત્રે અકસ્માતે આગ લાગી હતી. જે બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને આગને કાબુમાં લઈ લીધી હતી.

મળતી વિગત મુજબ  જામનગરના શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં કેરીસીનના ડેપો પાસે આવેલા ગોપી ચંદન એન્જિનિયરિંગ નામના કારખાનામાં અકસ્માતે આગ લાગી હતી, અને બ્રાસપાટનો લુઝ માલ સામાન, ઇલેક્ટ્રીક મોટર, વેલ્ડીંગ મશીન સહિતની સામગ્રી સળગી ઊઠી હતી.

કારખાનાના સંચાલક રમેશભાઈ રઘુભાઈ ચૌહાણએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગ ને કાબુમાં લીધી હતી. જેથી આગ વધુ પ્રસરતી અટકી હતી.