ગેરેજ નજીક મશ્કરી કરી રહેલા ત્રણ શખ્સોને ટપારવા જતાં લોખંડના પાઇપ- ધોકા વડે હુમલો કરી અસંખ્ય ફેક્ચર કરી નાખ્યા

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં જોલી બંગલા પાસે ગેરેજ ચલાવતા  એક યુવાન પર ઠઠ્ઠા મશ્કરી કરવાની ના પાડતાં અંગેની તકરારમાં ધોકા વડે હુમલો કરી અસંખ્ય ફેક્ચર કરી નાખ્યા ની ફરિયાદ નોંધાવાતા ભારે ચકચાર જાગી છે.

પોલીસમાં જાહેર કરાયા જામનગર તાલુકાના ગોરધનપર ગામનો વતની અને જામનગરમાં જોલી બંગલા વિસ્તારમાં અજય ઓટો સર્વિસ નામનું ગેરેજ ધરાવતો અજય અમૃતલાલ સોનગરા ગેરેજમાં કામ કરી રહ્યો હતો. ગેરેજ ની બાજુમાં જ બાઈક પર બેસીને કેટલા શખ્સો ઠઠા મશ્કરીકરી રહ્યા હતા જેથી ગેરેજ સંચાલકે મશ્કરી કરવાની ના અને અહીંથી ચાલ્યા જવાનું જણાવતા આ આરોપી હેમત ભાનુશાલી ઉશ્કેરાયો હતો, અને પોતાના અન્ય બે સાવિત્રી બોલાવી લઇ લોખંડ ધોકા પડે ફરિયાદી યુવાન પર જીવલણ હુમલો કરી દીધો હતો. જેને ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી, અને નાકના ભાગે તેમન અન્ય જુદા જુદા ભાગોમાં ફ્રકર થયા  છે ઉપરાંત તેને માથાના ભાગે ઈજા થઈ હોવાથી સાત ટાંકા લેવા પડ્યા છે, જ્યારે કાનમાં પણ ગંભીર ઇજા થઈ હોવાથી કાનમાં પાંચ ટાંકા લેવા પડ્યા છે, અને હાલ સારવાર હેઠળ છે.

પોલીસે હુમલાખોર આરોપી હેમંત ભાનુશાળી અને તેના બે સાગરીતો સામે હુમલા અંગેની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેય ની શોધખોળ હાથ ધરી છે.