જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રાસંગપર ગામમાં રહેતા એક ખેડૂત યુવાને પોતાને અને પોતાના મિત્રને ખાણ ખનીજ વિભાગમાં માહિતી  આપવાના પ્રશ્ને ધાક ધમકી આપવા અંગે અને વાહનમાં તોડફોડ  કરવા અંગે રાસંગપર ગામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર લાલપુર તાલુકાના રાસંગપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતાં મહેન્દ્ર સિંહ જયેન્દ્રસિંહ જાડેજાએ રાસંગપર ગામના જેસાભાઈ દેશુરભાઈ સામે ખાણ ખનીજ વિભાગમાં ખનન થવા બાબતે અરજી કરી હતી, તેનું મન દુઃખ રાખીને ગઈકાલે મહિપાલસિંહ જાડેજા અને તેના મિત્ર પંકજભાઈ કે જેઓ રાસંગપર ગામે ઊભા હતા, જે દરમિયાન આરોપી જેશાભાઈ દેવશીભાઈ આહીર, દેવાયત ઉર્ફે પપ્પુ અને જેસાભાઇ દેશુરભાઈએ આવીને મારફૂટ કરી હતી, અને ધાકધમકી આપી હતી. ત્યારબાદ પંકજભાઈ નામના વ્યક્તિના મોટરસાયકલમાં પણ તોડ ફોડ કરી નાખી હતી.

જેથી મામલો  મેઘપર પડાણા પોલીસ મથકે લઈ જવાયો છે, અને ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો છે.