• કંપની શેરદીઠ રૂ. 140-148ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 5ની ફેસ વેલ્યૂના 2.56 કરોડ ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાની યોજના ધરાવે છે, કંપનીના શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે

જામનગર મોર્નિંગ - જામનગર 

કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ, હોસ્પિટાલિટી અને મેનેજમેન્ટ સેવાઓના વ્યવસાયમાં રોકાયેલ અગ્રણી કોર્પોરેટ જૂથ પીકેએચ વેન્ચર્સ લિમિટેડ તેની વિસ્તરણ યોજનાઓને ભંડોળ પૂરું પાડવા માટે તેના પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 379.35 કરોડ સુધી એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપની ઇશ્યૂની આવકમાંથી રૂ. 124.11 કરોડનો ઉપયોગ હલાઇપાની હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ઇક્વિટી રોકાણ માટે, પેટાકંપની ગરૂડા કન્સ્ટ્રક્શનમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાતને ભંડોળ માટે ઇક્વિટી રોકાણ માટે રૂ. 80 કરોડ, હસ્તાંતરણ અને અન્ય વ્યૂહાત્મક પહેલો દ્વારા ઇનઓર્ગેનિક વૃદ્ધિની તકોને અનુસરવા માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે રૂ. 40 કરોડનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. પબ્લિક ઈશ્યૂ 30 જૂને સબસ્ક્રિપ્શન માટે ખૂલશે અને 4 જુલાઈ, 2023ના રોજ બંધ થશે. કંપનીના શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે.

5 રૂપિયા સુધીની ફેસ વેલ્યુના 2,56,32,000 ઇક્વિટી શેરના આઈપીઓમાં 1.82 કરોડ સુધીના ઇક્વિટી શેરના નવા ઇશ્યૂ અને પ્રમોટર જૂથ દ્વારા 73.73 લાખ ઇક્વિટી શેરના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. કંપનીએ પબ્લિક ઇશ્યૂ માટે માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 140-148ની પ્રાઇસ બેન્ડ (ઇક્વિટી શેર દીઠ રૂ. 135-143ના પ્રીમિયમ સહિત) નક્કી કરી છે. કંપની પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 148 પ્રતિ શેરના ઊંચા ભાવે રૂ. 379.35 કરોડ સુધી એકત્ર કરવાની યોજના ધરાવે છે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 100 શેર અને તેના ગુણાંકમાં કરી શકાશે. આઈપીઓ માટે રિટેલ ઇન્વેસ્ટર અને એચએનઆઈ ક્વોટા અનુક્રમે ઇશ્યૂના મહત્તમ 25% અને 15% રાખવામાં આવ્યો છે જ્યારે ક્યુઆઈબી ક્વોટા ઇશ્યૂના મહત્તમ 50% પર રાખવામાં આવ્યો છે.

પીકેએચ વેન્ચર્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રવિણ કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, “કંપની તેના લાંબા ગાળાના વિકાસના રોડમેપ પર સારી રીતે પ્રગતિ કરી રહી છે અને તેણે વર્ષોથી એક મજબૂત ઓપરેશનલ અને નાણાંકીય પ્રદર્શન આપ્યું છે અને વૃદ્ધિના આંકડાઓને સુધારવા માટે પ્રતિબદ્ધ છે. આગળ અમને વિશ્વાસ છે કે સૂચિત પબ્લિક ઇશ્યૂ પછી અમે અમારી વૃદ્ધિ વ્યૂહરચના એવી રીતે અમલમાં મૂકી શકીશું કે જે તમામ હિતધારકો માટે મહત્તમ મૂલ્ય બનાવે. ઇશ્યૂની કાર્યવાહી કંપનીની બેલેન્સ શીટને વધુ મજબૂત બનાવશે અને તેની વ્યૂહાત્મક વૃદ્ધિ પહેલને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરશે."

વર્ષ 2000માં સ્થાપિત પીકેએચ વેન્ચર્સ લિમિટેડ સ્થાપિત ટ્રેક રેકોર્ડ સાથે કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, હોસ્પિટાલિટી અને મેનેજમેન્ટ સેવાઓના વ્યવસાયમાં રોકાયેલ છે અને સિવિલ કન્સ્ટ્રક્શન વ્યવસાય માટે એસેટ-લાઇટ મોડલને અનુસરે છે. કંપની તેની સબસિડિયરી અને કન્સ્ટ્રક્શન આર્મ, ગરૂડા કન્સ્ટ્રક્શન દ્વારા થર્ડ પાર્ટી ડેવલપર પ્રોજેક્ટ્સ માટે સિવિલ કન્સ્ટ્રક્શનના કામો ચલાવે છે. માર્ચ 2023 સુધીમાં થર્ડ-પાર્ટી ઓર્ડર બુક રૂ. 468.27 કરોડ છે. નાણાંકીય વર્ષ 2021-22 માટે કંપનીએ કુલ રૂ. 245.40 કરોડની આવક અને રૂ. 40.51 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. 





.