• જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ શરૂ


સંભવિત વાવાઝોડા બિપરજોયની આગાહીના પગલે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રસાશન દ્વારા દરિયાકાંઠાના ગામોમાં લોકોને સાવચેત અને સમજૂત કરવામાં આવી રહ્યા છે. લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જિલ્લામાં ૨ એસ.ડી.આર.એફ.ની ટીમ અને એક એન.ડી.આર. એફની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ (તા.૧૨/૦૬/૨૦૨૩) બપોરના ૨:૦૦ કલાક સુધીમાં ૧૮૦૦થી વધુ લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. લોકોને સલામત સ્થળે ખસેડવા માટે ટીમો કાર્યરત છે. આ ઉપરાંત જોખમી હોર્ડિંગ પણ દૂર કરવામાં આવ્યા છે.

દરિયાકાંઠાના ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા તથા સલામતીના પગલાં ભરવા ગામમાં માઇક સાથેની રિક્ષાઓ ફેરવવામાં આવી છે. આ ઉપરાંત દરેક ગામોમાં રાહત અને બચાવ માટે ટુકડીની રચના કરવામાં આવી છે. 

આ ઉપરાંત જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. આ કન્ટ્રોલરૂમમાં ક્લાસ ૧,૨ના અધિકારીઓ અને કર્મચારીઓ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી રહ્યા છે.


- વૈશાલી


૦૦૦૦૦૦૦૦૦૦૦