• રાજ્ય સરકાર હંમેશા નાગરિકોની સલામતી માટે પ્રતિબદ્ધ છે તેવો વિશ્વાસ અપાવતા રાજ્ય ગૃહમંત્રીશ્રી


        સંભવીત બિપરજોય વાવાઝોડાની અસરને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ દ્વારકાના વરવાળા સ્થિત સાયકલોન સેન્ટરની મુલાકાત લઈ અસરગ્રસ્ત નાગરિકોને સરકાર હંમેશા તેમની સેવા તથા સલામતી માટે પ્રતિબદ્ધ છે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. 

       સંભવિત વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્તોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે રહેવા તથા જમવાની સુવિધા પૂરી પાડવા અંગે સબંધિત અધિકારીને સૂચન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સંબંધિત વાવાઝોડા ધ્યાને લેતા વરવાળા સાયકલોન સેન્ટર ખાતે ૨૦૦ કરતા વધારે અસરગ્રસ્તોને આશ્રય આપવામાં આવ્યો છે. 

આ તકે ધારાસભ્યશ્રી પબુભા માણેક, રેન્જ આઇજી અશોક કુમાર યાદવ, પ્રાંત અધિકારી દ્વારકાશ્રી પાર્થ તલસાણીયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી હાર્દિક પ્રજાપતિ, દ્વારકા તાલુકા વિકાસ અધિકારીશ્રી સેરઠીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયુર ગઢવી, અગ્રણીઓ યુવરાજસિંહ વાઢેર, લુણાભા સુમણીયા સહિત અધિકારીઓ તથા કર્મચારીઓ ઊપસ્થિત રહયા હતા.