જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેર અને જિલ્લામાં બીપોર જોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે, તેમજ ભારે પવનની સાથે સાથે વરસાદ પણ પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેર, જામજોધપુર, જોડિયા, કાલાવડ અને લાલપુરમાં અડધાથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયા ના અહેવાલો મળ્યા છે.

જામનગર શહેરમાં સોમવારે બપોર પછી હવામાનમાં પલટો આવ્યા બાદ આજે બપોર સુધીમાં ૩૪ કલાક દરમિયાન ૪૧ મી.મી. વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળ્યા છે, અને હજુ પણ વરસાદી વાતાવરણ હોવાથી છૂટાછવાયા વરસાદી જાપટા વરસી રહ્યા છે.

તે જ રીતે જામનગર જિલ્લાના કાલાવડમાં ૪૩ મી.મી. જામજોધપુરમાં ૯૨ મી.મી,. જોડિયામાં પાંચ મી.મી અને લાલપુરમાં ૨૩ મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે હજુ પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 

.