જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરની એસ.ઓ.જી. શાખાની ટીમે બેડેશ્વર વિસ્તારમાં વોચ ગોઠવી ચોરાઉ મનાતા કોલસાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે, અને તેની પૂછપરછ હાથ ધરી છે.મળતી વિગત મુજબ જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા શહેરના બેડેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન એક ભાડાની રીક્ષામાં ૧૬ જેટલા કોલસાના બાચકા ભરીને લઈ જવામાં આવતા હતા.
જેથી તે રીક્ષાને એસઓજી સ્ટાફના મયુદીનભાઈ સૈયદ, રમેશભાઈ ચાવડા અને અરજણભાઈ કોડીયાતરે પીઆઈ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.ડી. પરમારની સૂચનાથી અટકાવીને કોલસાની હેરાફેરી કરનારા બેડેશ્વરમાં રહેતા જુસબ અનવર રાજાની પૂછપરછ કરાતાં પોતે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે, અને ચોરાઉ મનાતો કોલસા નો જથ્થો શકપડતી મિલકત તરીકે કબજે કરી લેવાયો છે.
0 Comments
Post a Comment