જામનગર મોર્નિંગ - જામનગર
સંભવિત બીપોરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેના પગલે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ હાલારના બન્ને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રસાશન દ્વારા લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે.
હાલારના બંને જિલ્લાઓમાં આવેલા જુદા જુદા ૯ બંદરો જેમાં રોજી બંદર, નવાબંદર, સલાયા બંદર, સિક્કા બંદર, જોડીયા બંદર, દ્વારકા બંદર અને ઓખા બંદર ઉપર સતત બીજા દિવસે પણ અતિ ગંભીર એવા ૧૦ નંબરના (ગ્રેટ ડેન્જર વોર્નીગ) ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે, તેમ બંદર અધિકારી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને બન્ને જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
.
0 Comments
Post a Comment