જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં તમામ વેપારીઓએ કમિશનરને આવેદન પાઠવ્યું

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગરના દરબારગઢથી બર્ધન ચોક- માંડવી ટાવર સુધીના વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા મેગા ડીમોલેશન હાથ ધર્યું છે, ત્યારે વેપારીઓ દ્વારા આ મામલે વિરોધ દર્શાવાયો છે, અને મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના હોદ્દેદારોની રાહબરી હેઠળ આજે તમામ વેપારીઓએ સજજડ બંધ પાડ્યો છે, અને મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે.

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી બર્ધન ચોક સહિતના આસપાસના વિસ્તારમાં મેગા ડીમોલેસન હાથ ધર્યું હોવાથી તેનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પૂર્વ વિરોધ પક્ષના નેતા અસલમ ખીલજી ઉપરાંત વોર્ડ નંબર ૧૨ના કોર્પોરેટર જેનબબેન ખફી તથા અન્ય હોદ્દેદારોની આગેવાનીમાં આજે તમામ વેપારીઓએ બંધ પાડ્યા પછી રેલીના સ્વરૂપમાં મહાનગરપાલિકાની કચેરીએ પહોંચીને મ્યુનિ. કમિશનરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી ડીમોલેશનની કાર્યવાહીનો વિરોધ દર્શાવ્યો છે. આ બંધમાં બર્ધનચોક, દરબારગઢ, માંડવીટાવર સહિતના આસપાસના વિસ્તારનાં ૨૦૦થી વધુ વેપારીઓ જોડાયા છે. 









.