જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલ શેઠવડાળા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં અલગ-અલગ ત્રણ દરોડામાં પોલીસે આઠ મહિલા સહિત સોળ શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ રોકડ સહિત મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાના ધ્રાફા નજીક નવાપરા વિસ્તારમાં મયુર કૃપા પાન વાળી શેરીમાં જાહેરમાં અમુક ઈસમો ગંજીપાનાના પાના વડે જુગાર રમતા હોવાની બાતમી શેઠવડાળા પોલીસને મળતા શનિવારે સાંજે દરોડો કરી સ્થળ પરથી વસંત કાન્તીલાલ પંડ્યા, રાજુ ગોવાભાઈ રાઠોડ, સામત ગોવિંદભાઈ પઢેરીયા, મેપા પબાભાઈ ઘેડ અને જેતસી દેવાયતભાઈ કાંબરીયા નામના પાંચ શખ્સોને રૂ. 5100ની રોકડ સાથે ઝડપી લઈ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં તમામ વિરુધ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જયારે બીજા દરોડામાં જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં શેઠવડાળા પોલીસે શનિવારે બપોરે દરોડો કરી જીકા મેઘાભાઈ મકવાણા, સોનલબેન રાજુભાઈ વારગ્યા, ડાહીબેન ખીમાભાઈ મકવાણા, મયદેબેન પોપટભાઈ મકવાણા, જયાબેન દિનેશભાઈ મકવાણા, લાભુબેન બાબુભાઈ મુછડીયા, વનીતાબેન કારાભાઈ મકવાણા, હેતલબેન જેઠાભાઈ મકવાણા અને અમીબેન જીવાભાઈ મકવાણા નામની આઠ મહિલા સહિત નવ શખ્સને શેઠવડાળા પોલીસે ગંજીપાનાના પાના વડે જુગાર રમતા ઝડપી લઈ રોકડ રૂ. 2110 કબ્જે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે ત્રીજા દરોડામાં શેઠવડાળા પોલીસે શનિવારે રાત્રે ગોરખડી ગામની ગૌશાળા પાસેથી કેતન જીવનભાઈ ચાવડા અને કાનજી માધાભાઈ પરમાર નામના બંને શખ્સને ગંજીપાનાના પાના વડે જુગાર રમતા ઝડપી લઈ રૂ. 760ની રોકડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.