• પ્રાંત અધિકારીશ્રી, ખંભાળિયા પાર્થ કોટડિયા, મામલતદારશ્રી સહિતના રહ્યા હાજર


સંભવિત વાવાઝોડા બીપોરજોય અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માના માર્ગદર્શન હેઠળ પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રાંત અધિકારીશ્રી, ખંભાળિયા પાર્થ કોટડિયા, મામલતદારશ્રી પી. એ. ગોહિલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ચીફ ઓફિસરશ્રી સહિતના દ્વારા ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે કુદરતી આપદાના સમયે રાખવાની સાવચેતી તેમજ હોસ્પિટલમાં જનરેટર ઉપર આઈસીયુ તથા ઓપરેશન થિયેટર વગેરે ઇમર્જન્સી સંસાધનો ચાલે છે કે કેમ ? તેનું ડોક્ટર તથા અન્ય સ્ટાફને સાથે રાખીને લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.


આ ઉપરાંત સોલ્ટ વર્કર્સની સ્થળ તપાસ કરી અન્ય સૂચના ના મળે ત્યાં સુધી કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવા તથા સલામત સ્થળે ખસી જવા અને સાવચેત કરવામાં આવ્યા હતા.


આ તકે લોકોને સાવચેત રહેવા અને દરિયા કિનારા આસપાસ નહિ જવા અંગે અપીલ કરવામાં આવી હતી.