જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધીના ઇન્દિરા માર્ગે ફ્લાયઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે, ત્યારે સાત રસ્તા સર્કલમાં પુલના નિર્માણને અનુલક્ષીને સર્કલને રાઉન્ડ ફરતે પતરા લગાવવામાં આવ્યા હતા, પરંતુ તે દૂર કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા પૂલ નિર્માણના કાર્યને અનુલક્ષીને સાત રસ્તા સર્કલમાં બ્લુ કલરના પતરાની આડશ ઉભી કરવામાં આવી હતી, પરંતુ પવનના કારણે પતરાની આડશ વારંવાર પડી જતી હોવાથી સલામતીના ભાગરૂપે આજે વહેલી સવારે તમામ પતરા કાઢી લેવામાં આવ્યા છે, અને હાલ પૂરતો સાત રસ્તા સર્કલ ને ખુલ્લો બનાવી દેવાયો છે.

 

.