જામનગર મોર્નિંગ - જામનગર


જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા એક વીજ પોલમાંથી વિજશોક લાગવાના કારણે એકી સાથે ચાર ગાયોના મૃત્યુ નીપજ્યા હતા, જેથી ભારે અરેરાટી ફેલાઇ છે. ઉપરોક્ત વિસ્તાર સ્થાનિક નાગરિકે ગાયોને સૉર્ટ લાગ્યો છે, અને ચારેય ગાયો કણસી રહી હતી, અને તરફડિયા મારી રહી હતી.

જેથી વીજ પુરવઠો બંધ કરાવવા માટે સ્થાનિક કચેરીને અનેક વખત ફોન કર્યા હતા, પરંતુ કોઈ પણ પ્રકારના ફોન રિસીવ થયા ન હતા, કે કોઈ અધિકારી કર્મચારીઓએ દરકાર કરી ન હોવાથી હજુ પણ આ વિસ્તારમાં વીજ પ્રવાહ ચાલુ હોવાના કારણે ભય તોડાઈ રહ્યો છે. જે અંગે યોગ્ય કરવા માંગણી ઉઠી છે. 

.