જામનગર મોર્નિંગ - જામનગર

જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે ભાયાવદર પોલીસ સ્ટેશનના ૨૦૧૩ના ગેંગરેપના એક નાસ્તા ફરતા પાકા કામના કેદીને ઝડપી લીધો છે, અને રાજકોટની જેલમાં ધકેલી દીધો છે.

જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની ઝુંબેશ  શરૂ કરવામાં આવી છે, જે દરમિયાન ભાયાવદર પોલીસ સ્ટેશનના ૨૦૧૩ની સાલના ગેંગરેપના ગુનામાં સજા પામેલા પાકા કામના કેદી કે જેને રાજકોટની જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત કરાયો હતો, અને છેલ્લા છ વર્ષથી નાસ્તો ફરતો હતો, તે આરોપી પૂના બાધુભાઈ દેવીપુજક કે જે હાલ જામનગર તાલુકાના ખડ ખંભાળિયા ગામમાં એક વાડીમાં સંતાયો છે, તેવી બાતમી ગોવિંદભાઈ ભરવાડ, સલીમભાઈ નોયડા, ભરતભાઈ ડાંગર અને કાસમભાઈ બ્લોચને મળતા એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલ.જે. મિયાત્રાની સૂચનાથી આધારે વોચ ગોઠવી ઝડપી લીધો હતો. જે આરોપીનો કબજો મેળવવા માટે ભાયાવદર પોલીસ સ્ટેશનને જાણ કર્યા પછી તેને રાજકોટની જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.