ખંભાળિયા ડેપો પરથી ઉપડતી ૭૪ બસના રૂટ કેન્સલ કરાયા: અન્ય ડેપો પરથી પોરબંદર- માંગરોળ- વેરાવળની ટ્રીપ કેન્સલ કરાઇ

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં સંભવિત બીપોર જોય વાવાઝોડાની અસરને ધ્યાને લઈને તમામ પ્રકારની તકેદારીઓ રાખવામાં આવી રહી છે, ત્યારે એસટી ડિવિજન દ્વારા પણ એક્સપ્રેસ બસના રૂટોને કેન્સલ કરી દેવામાં આવ્યા છે.

જામનગરના એસટી ડેપો પરથી ઉપડતી એક્સપ્રેસ બસના ૪૪ રૂટ જ્યારે અન્ય ૧૬ રૂટ સહિત કુલ ૬૦ રુટ કેન્સલ કરી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત ખંભાળિયા ડેપો ઉપર થી ઉપડતી ૬૭ એસટી બસોના રૂટ સંભવિત વાવાઝોડા ના પગલે રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના અન્ય પાંચ ડેપો પરથી ઉપડતી માંગરોળ, વેરાવળ, પોરબંદર સહિતના બસના રૂટો પણ કેન્સલ કરી દેવામાં આવ્યા છે, અને એસટી બસોને પણ એસ.ટી. ડિવિઝનમાં સલામત રીતે રાખવામાં આવી રહી છે.