જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરમાંથી બિલ આધાર વગરના અને નંબર પ્લેટ વીનાના એક ચોરાઉ મનાતા બાઇક સાથે મૂળ ખંભાળિયાના વતની એક શખ્સને એલસીબી ની ટુકડીએ ઝડપી લીધો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.
જામનગર શહેરમાં દિગજામ સર્કલ, સોનલનગર તરફ જતા રોડ ઉપર એલસીબીની ટુકડી દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન એક નંબર પ્લેટ વગરના બાઈક સાથે એક શખ્સ નીકળતાં એલસીબીના હરદીપભાઈ બારડ, મયુરસિંહ પરમાર અને રૂષિરાજસિંહ વાળાએ બાતમીના આધારે તેને અટકાવીને પૂછપરછ કરી હતી. જે દરમિયાન તેણે પોતાનું નામ ગુમાનસિંહ રામસંગજી જાડેજા રહે. પુનીતનગર, શેરી નંબર-૩ જામનગર અને મુળ-ખંભાળિયા તાલુકાના ઉગમણાંબારા ગામનો વાતની હોવાનું જણાવ્યું હતું.
જ્યારે પોતાની પાસે રહેલા નંબર પ્લેટ વગરના બાઈકના કાગળો રજૂ કરી શક્યો ન હતો. ઉપરાંત તેના બિલ આધાર અંગે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.કે. પટેલ અને પી.એન. મોરીની સૂચનાથી એલસીબીની ટીમ દ્વારા તેની અટકાયત કરી લઈ નંબર પ્લેટ વગરનું બાઈક કબજે કરી લેવાયું છે, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઇ રહી છે.


0 Comments
Post a Comment