જામનગર મોર્નિંગ - દ્વારકા 
દ્વારકા શહેર તથા ઓખામંડળમાં ચાલતી ઓટો રિક્ષાના 90% સંચાલકો પાસે લાયસન્સ વિહોણા રામભરોશે ચાલે છે. આ વિસ્તારમાં તંત્ર દ્વારા ટ્રાફિક ઝુંબેશ થાય તો અનેક રીક્ષા સંચાલકો દંડાઈ શકે તેમ છે. 
તેમ છતાં યાત્રાધામ દ્વારકા તથા બેટ દ્વારકામાં દરરોજ હજારો યાત્રાળુઓ ટ્રેન તથા બસ મારફતે આવતા હોય છે,  જયારે યાત્રાળુઓ દ્વારકાધીશના દર્શન કર્યા બાદ દ્વારકાથી ત્રીસ કી.મી.ના અંતરે આવેલા નાગેશ્વર મંદિર, ગોપીતળાવ, બેટ દ્વારકા, રૂક્ષમણી મંદિર, તથા એક બે કી.મી.ના અંતર સુધીના મંદિરોમાં દર્શનાર્થે જવા માટે ઓટોરિક્ષાનો સહારો લેવો પડે છે, જયારે 90% ઓટોરિક્ષા ચાલકો પાસે પોતાના ડ્રાઈવીંગ લાયસન્સ હોતા નથી, યાત્રાળુઓ પોતાના જોખમે ઓટોરિક્ષાની સવારી કરી રહ્યા છે, તંત્ર દ્વારા આ વિસ્તારોમાં ટ્રાફિક ઝુંબેશ કરવામાં આવે તો અનેક રીક્ષા ચાલકો દંડાઈ તેવી શક્યતા છે.