ઈંગ્લીશદારૂની 11 બોટલ સાથે જામનગરમાંથી બે શખ્સ પકડાયા, રૂ.૫૫૦૦નો મુદામાલ કબ્જે
જામનગર મોર્નિંગ - તા.૧૪ : જામનગરમાંથી ઈંગ્લીશદારૂની 11 બોટલ સાથે
સ્થાનિક પોલીસે બે શખ્સને ઝડપી લઇ પ્રોહી. એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં પટેલ પાર્ક શેરી
નં.1માં રહેતો રૂપેશ દિનેશભાઇ જોષી અને સાધના કોલોની બ્લોક નં. એમ 61માં રહેતો તુષાર બિપીનભાઈ ચાવડા નામના બે શખ્સો સાધના કોલોની વિસ્તારમાંથી
દારૂનો જથ્થો લઈને પસાર થતા પોલીસે બંનેને ઝડપી લીધા હતા અને તેઓ પાસેથી રૂ. 5500ની કિંમતના 11 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીઓનો જથ્થો
કબ્જે કરી લઇ બંનેની ધરપકડ કરવામાં આવી છે જયારે સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં
દારૂ-બંધી ભંગ બદલ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
0 Comments
Post a Comment