અપહરણના કેસમાં 5 વર્ષથી ફરાર શખ્સ ઝબ્બે
જામનગર મોર્નિંગ - તા.૧૪ : જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના 2013ની સાલના એક સગીરાને ઉઠાવી જવા અંગેના અપહરણ અંગેના કેસમાં છેલ્લા કેસમાં પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સીટી એ ડિવિઝનના સ્ટાફે વોચ ગોઠવી ઝડપી લીધો છે. આજે પોતાના સગાને મળવા આવતા પોલીસે ખાનગી વેસમાં ત્રાટકી તેને પકડી પાડ્યો હતો. 
મળતી વિગત મુજબ જામનગરમાં રહેતો અબ્દુલ કરીમ યુસુફ બ્લોચ નામનો શખ્સ આજથી પાંચ વર્ષ પહેલા એટલે કે 2013ની સાલમાં પોતાના પાડોશમાંજ રહેતી એક સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદાથી ઉઠાવી ગયો હતો જેથી તેની સામે અપહરણ અંગેનો ગુન્હો સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં દાખલ કરાયો હતો. ઉપરોક્ત ફરારી આરોપી ઘાંચીની ખડકી વિસ્તારમાં પોતાના કુટુંબીજનોને મળવા માટે આવ્યો છે તેવી બાતમી સીટી એ ડિવિઝનના પોલીસ સ્ટાફને મળતા આજે સવારે રતનબાઈ કન્યા વિધાલય સામે વોચ ગોઠવી આરોપી અબ્દુલ કરીમ ઉર્ફે મુનો યુસુફભાઇ બ્લોચની ઝડપી લીધો છે અને તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.