દંપતી વચ્ચેના ઝગડાનું પોલીસ દ્વારા સમાધાન

જામનગર મોર્નિંગ - તા.૧૪ : જામનગરમાં નવાગામ વિસ્તારમાં રહેતા એક દંપતી વચ્ચે ઝઘડો થયો હતો અને મામલો છેક પોલીસ મથક આવી પહોંચી ગયો હતો જ્યાં મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી અને મહિલા પોલીસ સ્ટાફ વગેરેની દરમ્યાનગીરીથી આખરે દંપતી વચ્ચે સુખદ સમાધાન કરાયું હતું અને દંપતી પોલીસ મથકેથી ભવિષ્યમાં ફરી ઝગડો નહીં કરે તેવી બાંહેધરી સાથે પોતાના ઘેર પરત ફર્યું હતું.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તરામાં હનુમાન ચોકમાં રહેતા અને ત્યાં જ કરિયાણાની દુકાન ચલાવતા મેહુલભાઈ બાબુલાલ કોળી (ઉ.વ.30)ના લગ્ન ચારેક વર્ષ પહેલા મનીષાબેન (ઉ.વ.25) સાથે થયા પછી આ દંપતીને પુત્ર રત્નની પ્રાપ્તિ થઇ હતી જે હાલમાં નવ મહિનાનો છે. આ દંપતી વચ્ચે કોઈ બાબતે વિખવાદ થયા પછી તેઓએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો જે દરમ્યાન દંપતી મહિલા પોલીસ સ્ટેશન પહોંચતા પી.આઈ. એમ.એમ. રાઠોડે આ દંપતી તથા બંનેના પરિવારજનોને બોલાવી સમજાવટ કરતા બંને વચ્ચે સુખદ સમાધાન થયું છે.