જામનગરમાંથી અંગ્રેજીદારૂ સાથે બે શખ્સ પકડાયા , બાઈક સહિત રૂ. 24 હજારનો મુદામાલ કબ્જે 

 જામનગર મોર્નિંગ - જામનગર તા.૪ : જામનગરમાંથી બાઈક સવાર બે શખ્સને અંગ્રેજીદારૂની 4 બોટલ સાથે સ્થાનિક પોલીસે ઝડપી લઇ 24 હજારનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ જામનગરમાં સમર્પણ સર્કલ પાસેથી જીજે 10 બીએમ 9181 નંબરના બાઈક ચાલક મેહુલ હરીશભાઈ પંચોલી અને જ્યંત અશોકભાઈ અરોરા નામના બંને શખ્સને ભારતીય બનાવટની જુદી-જુદી બ્રાન્ડની અંગ્રેજીદારૂની 4 બોટલ સાથે ઝડપી લઇ કુલ મળી રૂ. 24 હજારનો મુદામાલ કબ્જે લઇ સીટી સી પોલીસે પ્રોહી. એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.