દરેડમાંથી જુગાર રમતા શખ્સો રૂ. 2530ની રોકડ સાથે પકડાયો

જામનગર મોર્નિંગ - તા.૧૪ : જામનગરના દરેડ ખાતે જુગાર રમતા શખ્સોને પોલીસે રૂ. 2530 ની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 
જામનગર નજીક દરેડ ફેસ-3માં પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડી મોડીરાત્રે જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા સુખવીરસિંગ મનસિંગ કુશવાહા, બાદશાહ કલ્યાણસિંગ કુશવાહા, રણવીરસિંગ પદમસિંગ કુશવાહા, શ્યામવીર રામેશ્વર કુશવાહા, જયરામ માતાધિન કુશવાહા અને શેરસિંગ ભમરસિંગ કુશવાહાની પોલીસે ધરપકડ કરી લઇ તેઓ પાસેથી રૂ. 6530ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.