જામનગર મોર્નિંગ - જામનગર : 31 મી ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા રાજ્યભરમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઠેર-ઠેરથી દારુ પકડવામાં આવી રહ્યો છે. ત્યારે જામનગરમાંથી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

વર્ષ 2018 ના છેલ્લા દિવસથી ઉજવણી માટે ઠેર-ઠેર પાર્ટીનુ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોટા પ્રમાણમાં દારુ પણ લાવવામાં આવતો હોવાથી પોલીસે આકરી તપાસ હાથ ધરી છે. ત્યારે જામનગર સિટી બી પોલીસે ગાંધીનગર નજીક પુનિતનગરમાંથી આજે રાત્રે દરોડા પાડી ૪૫૮ થી વધુ બોટલ ઇંગ્લીશ દારુ ઝડપી પાડ્યો હતો.