રૂ. 12800નો મુદામાલ ઝબ્બે
જામનગર મૉર્નિંગ - જામનગર : જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના ખોડિયારનગર વિસ્તારમાં જ્ઞાનગંગા ક્લાસીસ પાછળના ભાગમાં રાત્રીના બારેક વાગ્યે કેટલીક સ્ત્રી અને પુરૂષો એકઠા થઈને જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહી છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો જે દરમ્યાન ચાર મહિલાઓ અને પાંચ પુરૂષો જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા નજરે પડ્યા હતા.
આથી પોલીસે બનાવના સ્થળેથી પોલાભાઈ મોહનભાઇ વાદી, રમેશ રાજાભાઈ ડાંગર, દિપક ઉર્ફે ભૂરો લક્ષ્મણભાઇ, વિજય નટવરલાલ ચોટાઈ, મયુર તુલસીદાસ તન્ના તેમજ લલીતાબેન દિનેશભાઇ કરમશીભાઇ વિરાણી, જ્યોતિબેન ભીમશીભાઈ સામતભાઇ, કરમુર શાંતાબેન પરસોતમભાઇ કાનજીભાઈ શેઠીયા અને રીનાબેન ઉર્ફે રક્ષાબેન જયદીપભાઈ જીતુભાઇ વારોતરીયાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂ. 12800ની રોકડ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
0 Comments
Post a Comment