ખંભાળિયામાં મહિલા પર ત્રણ મહિલા સહિત ચારનો હુમલો
જામનગર મોર્નિંગ - દ્વારકા,તા.૧૩ : ખંભાળિયાના શક્તિનગરમાં એક મહિલાના ઘરમાં ઘૂસી ત્રણ મહિલા સહિત ચારે હુમલો કર્યાની અને પટેલકાના વૃદ્ધ પર માલેતાના શખ્સે ઢીકાપાટુ વરસાવી ધમકી આપ્યાની પોલીસમાં રાવ કરાઈ છે.
મળતી વિગત મુજબ ખંભાળિયાના ગાયત્રીનગર સ્થિત શક્તિનગરમાં રહેતા રામીબેન ભીખુભાઈ રૃડાચ નામના મહિલાના ઘરમાં ઘૂસી ગઈકાલે તેઓના પાડોશી મનુ રાજા સાલાણી, પૂજા મનુભાઈ, જશુબેન રમેશભાઈ, ભાનુબેન સાલાણીએ હુમલો કર્યાે હતો. અગાઉના ઝઘડાનો ખાર રાખી ઉપરોકત વ્યક્તિઓએ ઢીકાપાટુ વરસાવી રામીબેનને પતાવી દેવાની ધમકી આપી હતી. કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામના નેભાભાઈ સામતભાઈ ગોરિયાએ માલેતા ગામના મફતસિંહ હમીરજી જાડેજા સામે અગાઉ થયેલી થાંભલા ખોડવા બાબતની બોલાચાલીનો ખાર રાખી હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરી છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા મફતસિંહએ નેભાભાઈ સામે હુમલાની ફરિયાદ કર્યા પછી આ વળતી ફરિયાદ નોંધાવાઈ છે.