તારણાધાર ગામે હત્યા પ્રયાસ કેસમાં તમામ આરોપી પકડાયા 

 જામનગર મોર્નિંગ - જામનગર તા.૪ : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારણાધારમાં ત્રણ દિવસ પહેલા વહેલી સવારે વીજ થાંભલો ફિટ કરવાના પ્રશ્ને તકરાર થઇ હતી અને ચાર વ્યક્તિઓ ઉપર 19 જેટલા શખ્સો દ્વારા પૂર્વઆયોજિત કાવતરું ઘડી તીક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો કરાયો હતો આ બનાવ અંગે જોડિયા પોલીસે ત્રણ મહિલા સહિતના 19 આરોપીઓ સામે પૂર્વયોજિત કાવતરું ઘડી ખૂનની કોશિશ કરવા અંગે તેમજ રાયોટીંગ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો આ બનાવ પછી જોડિયા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી હુમલો કરનારાઓ પૈકીના રમેશભાઈ લખમણભાઈ, રામભાઈ ભુતાભાઈ, મેપાભાઇ માંડાભાઈ, હિરેન ભુરાભાઇ, જીવંતીબેન, રેખાબેન અને લક્ષ્મીબેન પીઠમલ સહિત સાત આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને અદાલત સમક્ષ રજૂ કર્યા છે. જયારે તેઓ પાસેથી હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો તલવાર, લાકડી, પાઇપ તેમજ કાર વગેરે કબ્જે લેવાયા છે.