જામનગર મોર્નિંગ - દ્વારકા : ખંભાળીયામાં મોબાઇલફોન એપ દ્વારા જુગાર રમતા ત્રણ શખ્સને પોલીસે માલમતા સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ ખંભાળીયામાં રેલવે સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં ગોળ કુંડાળું વાળી મોબાઇલફોન એપ દ્વારા જુગાર રમતા પ્રકાશ બચુભાઈ ગૌસ્વામી, પરેશ હરિભાઈ જોષી અને દેવુભાઇ નાગશીભાઈ કારીયા નામના ત્રણ શખ્સની સ્થાનિક પોલીસે ધરપકડ કરી રૂ. 4590ની મતા કબ્જે કરી હતી.