વિશ્વ હિન્દુ પરીષદ ની ધર્મસભા ને જામનગરના બસ્સોથી વધુ રીક્ષા ચાલકો નો  સહકાર મળ્યો 

જામનગર મોર્નિંગ તા.૧૩ : જામનગરના પ્રદર્શન 
ગ્રાઉન્ડમાં આગામી 16 ડિસેમ્બરે ના સાંજે 4 વાગ્યે  વાગે યોજાનારી વિરાટ ધર્મસભા ના સમર્થનમાં અનેક હિન્દુ સંગઠનો સામે આવી રહ્યા છે ત્યારે જામનગરના દરેક હિંદુ ધર્મ પ્રેમી ભાઈઓ આ ધર્મસભા ને સફળ બનાવવા માટે કાર્યરત બન્યા જામનગરના પાણાખાણ વિસ્તાર તેમજ જનતા ફાટક વિસ્તાર ના રિક્ષા ચાલકો પણ આ ધર્મ માટે તેઓનું સમર્થન જાહેર કરી રહ્યા છે અંદાજે બસોથી વધુ રિક્ષાચાલકોએ તેમની રીક્ષા માં બેનર તેમજ ધજા વિનામૂલ્યે લગાડી છે એટલું જ નહિ પણ સભાના દિવસે એટલે કે ૧૬ ડિસેમ્બરના રોજ તેઓ જે કોઈપણ ધર્મ પ્રેમી ભાઈ-બહેનો અને વડીલો આ ધર્મ સભામાં જવા માંગતા હોય તેઓને પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી આવવા-જવાની વિનામૂલ્યે સેવા આપનાર છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ પ્રકારે સમાજનો દરેક વર્ગ દરેક હિંદુ પ્રેમી તેઓનું સમર્થન અને સહકાર આપી રહ્યા છે ત્યારે વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ ભરતભાઈ ફલિયા એ વધુમાં વધુ સંગઠનો આ ધર્મ માં જોડાય તે પ્રકારની અપીલ કરી હતી.