જામનગરમાં પાણી ગરમ કરવા જતા યુવતીનું વીજ શોકથી મૃત્યુ
જામનગર મોર્નિંગ - તા.૧૪ :જામનગરમાં ખોજા નાકા બહાર ટીટોડી વાડી વિસ્તારમાં રહેતી તાહીયાબેન હનીફભાઇ નામની 24 વર્ષની અપરણિત સંઘી જ્ઞાતિની યુવતી સવારે પોતાના ઘેર બાથરૂમમાં પાણી ગરમ કરવા જતા વોટર હીટરના કારણે તેણીને એકાએક વીજ આંચકો લાગ્યો હતો જેથી તેણી બેશુધ્ધ બની ગઈ હતી આથી સારવાર માટે જામનગર જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી જ્યાં સારવાર દરમ્યાન  તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબો દ્વારા જાહેર કરાયું હતું. સીટી એ ડિવિઝનના પોલીસ સ્ટાફે જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે અને વિશેષ તપાસ હાથ ધરી છે.