દ્વારકા તાલુકામાં ૧૫ ડિસેમ્‍બરે આર.ટી.ઓ. કેમ્‍પ યોજાશે.

 
દેવભૂમિ દ્વારકા તા. ૧૩ ડિસેમ્‍બર, દર માસે તાલુકા મથકે રાખવામાં આવતા સહા.પ્રાદેશિક વાહનવ્‍યવહાર કચેરી, ખંભાળીયાના મોટર વાહન નિરીક્ષકશ્રીના તાલુકા મથકે રાખવામાં આવતા પ્રવાસ કાર્યક્રમ માહે ડીસેમ્‍બર-૨૦૧૮ માટે દ્વારકા તાલુકામાં તા.૧૫-૧૨-૨૦૧૮ના કેમ્‍પ યોજાશે. આ દિવસોમાં જાહેર રજા કે કોઇ કુદરતી આપતી અથવા ચુંટણીને લગતી કોઇ કામગીરી આવે તો કોઇ પણ પ્રકારની જાહેર ખબર વગર કેમ્‍પ રદ કરવામાં આવશે. તેમ એ.આર.ટી.ઓ.અધિકારીશ્રી સી.આઇ.મહેરાની યાદીમાં જણાવવામાં આવે છે.