જામનગર સાધના કોલોની વિસ્તારની ડેરીમાં થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડતી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ

 જામનગર મોર્નિંગ, તા.૧૯ : જામનગર શહેરમાં બનતા ચોરીના ગુના શોધવા પોલીસ અધિક્ષક શ્રી શરદ સિંઘલની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ પી જાડેજા તથા પોલીસ ઇન્સપેકટર  કે. કે. બુવળ નો માર્ગદર્શન મુજબ સિટી એ ડીવી. પો. સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા તે દ૨મ્યાન સર્વેલન્સ સ્ટાફના પો .કો. યોગરાજસિંહ રાણા તથા ગૌતમભાઈ મકવાણા ને મળેલ ખાનગીરાહે હકિકત  હોય કે બે દિવસ પહેલા સાધના કોલોનીના શોપીંગ સેન્ટરમાં આવેલ ક્રિશ્નાના ડેરી નામની દુકાનમા ગ્રાહક બનીને આવી એક ઈસમ રોકડા રૂ ૧૦ , ૦૦૦ ની ચોરી કરી લઈ ગયેલ હોય તે ચોરીના સીસીટીવી કુટેજ મેળવેલ હોય તે ચોરીમાં સંડોવાયેલ ઈસમ  પવન યકક્કી પાસેથી નીકળવાનો છે તે બાબતે વોચમાં હતા તે દરમ્યાન માધવદાસ મોહનદાસ દૂધરેજીયા જાતે બાવાજી ઉવ .૨૭ ધધો ડ્રાઈવીંગ ૨હે. સાધના કોલોની , બમળી આવેલ હોય મજકુરની અંગઝડતી કરતા મજકુર પાસેથી જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો રૂપીયા ૯૪૫૦/- સાથે મળી આવતા જામનગર સીટી એ ડિવી.પો.સ્ટે. ફ્રસ્ટ ગુ. ૨ . નંબર ૨૬૮/૧૮ ના મુદામાલ તરીકે કબ્જે કરી ચોરીના વણ શોધાયેલ ગુનો ડીટેક્ટ કરેલ છે .

આ કામગીરીમાં પોલીસ ઇન્સ . શ્રી કે. કે. બુવળ તથા એસ.એચ. રાઠવા તથા પોલીસ સબ ઇન્સ પી.એ.પરમાર તથા પો . હેડ કોન્સ એન.કે. ઝાલા તથા એસ. ડી. ચુડાસમા તથા એમ.જે. રાણા તથા પો.કોન્સ . યોગરાજસિંહ પી. રાણા તથા ફીરોજભાઇ ગુલમામદભાઇ ખફી તથા શીવભદ્રસિંહ એમ.જાડેજા તથા ગૌતમભાઈ પી. મકવાણા તથા આફતાબ એચ. સફિયા દ્વારા કરવામા આવેલ છે