જામનગર મોર્નિંગ - દ્વારકા : પોરબંદર ગોસાબાર ખાતે રહેતા યાકુબભાઇ અલ્લારખા ઢીમર નામના યુવાનની પત્નિ આશબાઈ રિસામણે માવતરે હોય દરમિયાન યાકુબભાઇ તેણીને તેડવા જતા આશબાઈ અને ઇસ્માઇલ ઈબ્રાહીમ વિગેરે બંનેએ તેની સાથે બોલાચાલી કરી ગાળો કાઢી ઢીકાપાટુ વડે મારકૂટ કરી "અહીંથી જતો રહેજે નહિતર તને જાનથી મારી નાખશું" તેમ જણાવી ધમકી  આપતા બંને સામે યાકુબભાઇની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.