જામનગરમાં શોભાયાત્રામાં હથિયારો સાથે નીકળવાના પ્રકરણમાં ફરારી ત્રણ શખ્સ ઝડપાયા

જામનગર મોર્નિંગ - તા.૧૪ : જામનગરમાં શિવરાત્રીની શોભાયાત્રામાં હથિયારો સાથે નીકળી જાહેરનામાનો ભંગ કરવા સબબની સાત વર્ષ પહેલા 37 શખ્સો વિરુધ્ધ કરવામાં આવી હતી. જેમાં નાસ્તા-ફરતા ત્રણ આરોપીઓને એલસીબીએ પકડી પાડ્યા છે. 
આજથી સાત વર્ષ પહેલા જામનગરમાં મહાશિવરાત્રીના પર્વ નિમિતે શોભાયાત્રા નીકળી હતી જેમાં અમુક શખ્સો તલવાર, છરીઓ જેવા હથિયારો સાથે જાહેરમાં શોભાયાત્રામાં નીકળતા જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા અંગેની સરકાર તરફે 37 શખ્સો વિરુધ્ધ ફરિયાદ કરવામાં આવી હતી જે ગુન્હામાં જામનગરમાં રહેતા ત્રણ શખ્સો અનિલ ઉર્ફે અનકો નાગજી ઉર્ફે જીણા પાટડીયા રોજ ઉર્ફે અરજણ નરસી ડોસાણીયા તેમજ જયેશ ઉર્ફે જીગો કાનજી સવાસેરીયા છેલ્લા સાત વર્ષથી નાસ્તા-ફરતા રહ્યા હતા જે તમામ આરોપીઓને એલસીબીની ટીમે વોચ ગોઠવી ઝડપી લીધા છે અને સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે.