જામનગરમાં ઈંગ્લીશદારૂ સાથે ફોટોગ્રાફર પકડાયો : બે બાટલી-બાઈક ઝબ્બે
જામનગર મોર્નિંગ - જામનગર તા.21 : જામનગરના વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાંથી બાઈક પર ઈંગ્લીશ દારૂ સાથે નીકળેલા એક ફોટોગ્રાફર યુવાનને ઝડપી લીધો છે અને દારૂ તેમજ બાઈક કબ્જે કર્યા છે આ ઉપરાંત અન્ય એક બાઈક ચાલક યુવાન પણ દારૂ સાથે પોલીસના હાથે ઝડપાયો છે.
જામનગરમાં રણજીતનગર મેઈન રોડ પર ચિત્રકૂટ એપાર્ટમેન્ટમાં રહેતો અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતો ઇશિત કુમાર ભરતકુમાર શાહ નામનો 23 વર્ષનો યુવાન વાલ્કેશ્વરીનગરી વિસ્તારમાંથી પોતાના બાઈક ઉપર ઈંગ્લીશ દારૂ સાથે નીકળતા સીટી બી ડિવિઝન પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેના કબ્જામાંથી બે નંગ દારૂની બાટલી અને બાઈક વગેરે કબ્જે કર્યા છે.
આ ઉપરાંત ખોડિયાર કોલોની નજીક સર્વોદય સોસાયટીમાં રહેતો મેંહૂલ માલદેભાઇ ચાવડા નામનો શખ્સ પણ પોતાના બાઈક ઉપર દારૂ સાથે નીકળતા પોલીસે તેની ધરપકડ કરી લઇ ત્રણ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી અને બાઈક વગેરે કબ્જે કર્યા છે જયારે આરોપીને પોલીસ લોકઅપમાં બેસાડ્યો છે.
0 Comments
Post a Comment