જામનગર મોર્નિંગ - ગાંધીનગર : રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર વિકાસ યાત્રા ધામ બોર્ડના ભ્રષ્ટાચારને ઉજાગર કરતી ઉચ્ચ અધિકારીની વાઈરલ ઓડિયો ક્લિપ અંગે સરકારે ગંભીર નોંધ લીધી છે. એટલું જ નહીં જવાબદાર અધિકારી સામે સરકાર કડક પગલા ભરશે એમ નીતિનભાઇ પટેલે આ અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં નીતિનભાઈ સ્પષ્ટતા કરી હતી કે ઉચ્ચ અધિકારી દ્વારા થયેલી વાઈરલ ઓડિયો ક્લિપ ઘટના અંગે વિજયભાઈ રૂપાણી મારી સાથે ચર્ચા કરી છે.
આ મુદ્દાને લઈને સરકાર પણ ગંભીર બની છે. ત્યારે રાજ્ય સરકારના બે જવાબદાર અધિકારી સામે અને તેને સપોર્ટ કરનારા તત્ત્વો સામે પણ સરકાર કડક કાર્યવાહી કરશે એટલું જ નહીં ગુજરાત પવિત્ર વિકાસ યાત્રાધામમાં ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવતા અનિલ પટેલ સામે વાયરલ ઓડિયો ક્લિપના અનુસંધાનમાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
આ અંગે સ્પષ્ટતા કરતાં નીતિનભાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ગુપ્ત માહિતીઓ લીક કરનાર તત્વો સામે પણ સરકાર કડકાઇથી કાર્યવાહી કરશે. જોકે આ વાયરલ ઓડિયો ક્લિપ માં સંસ્થાને બદનામ કરવાના ઈરાદો સ્પષ્ટ જણાઈ આવે છે. તો બીજી તરફ સરકારના ઈમાનદાર અધિકારીઓને બદનામ કરવા માટે આવા તરકટો રચાવામાં આવતા હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ વાઇરલ થયેલી ઓડિયો ક્લિપમાં (ગુજરાતી અને નોન ગુજરાતી) સનદી અધિકારીઓની આંતરિક લડાઈ હોવાની ચર્ચા પણ ચકડોળે ચઢી છે.

0 Comments
Post a Comment