જામનગરના સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનનું સ્થળાંતર
જામનગર મોર્નિંગ - તા.૧૪ : જામનગરમાં સીટી સી ડિવિઝન પોલીસ
સ્ટેશન જે પોલીસ હેડ ક્વાટર્સ કેમ્પસમાં હતું ત્યાંથી તેનું સ્થળાંતર કરવામાં
આવ્યું છે અને શરૂસેક્સન રોડ પર આવેલા પોલીસ હેડક્વાટર્સમાં જૂની આર.એસ.આઈ. ની
કચેરીમાં સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેથી હવે
સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનને લગતી કાર્યવાહી માટે જામનગરની જનતાએ પોલીસ હેડ
ક્વાટર્સ ખાતેજ આવેલી જૂની આર.એસ.આઈ. કચેરીમાં સંપર્ક સાધવા સીટી સી ડિવિઝન પોલીસ
સ્ટેશનના પીઆઇ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે અને સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ટેલિફોન
નંબર 0288 2550805 કાર્યરત રખાયો છે.
0 Comments
Post a Comment