ભાણવડ પંથકમાં ઈંગ્લીશદારૂના વિશાળ જથ્થા સાથે એકની ધરપકડ : બે પલાયન
456 બોટલ ઝબ્બે : રૂ. 1.82 લાખની માલમતા કબ્જે કરાઈ
જામનગર મોર્નિંગ - દ્વારકા
ભાણવડ તાલુકાના મોડપર ગામે પોલીસે દરોડો પાડી ખેતરમાં મગફળીના ભૂકામાં સંતાડવામાં આવેલ 456 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ ઝડપી લઇ એક શખ્સની ધરપકડ કરી હતી અને બેને ફરાર જાહેર કરી રૂ. 1.82 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
મળતી વિગત મુજબ ભાણવડ તાલુકાના મોડપર ગામે સ્થાનિક પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ભારતીય બનાવટનો જુદી-જુદી બ્રાન્ડનો 456 નંગ બોટલનો જથ્થો મળી આવતા રૂ. 1,82,400ની કિંમતનો મુદામાલ કબ્જે કરી મારખી ગોવાભાઈ ડાંગર નામના શખ્સની ધરપકડ કરી હતી જયારે વિક્રમ નારણભાઇ નંદાણીયા, પુંજાભાઈ મેરામણભાઇ નામના બંને શખ્સને આ દરોડામાં ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. આ ઈંગ્લીશ દારૂનો જથ્થો વિક્રમ નારણભાઇ નામના શખ્સના ખેતરમાં માંડવીના ભૂકામાં સંતાડવામાં આવેલ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ઝડપાયેલા શખ્સને વધુ પુછપરછ અર્થે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરાઈ છે.
0 Comments
Post a Comment