હડિયાણા ગામે બે વર્ષના માસુમ બાળકનું અકસ્માતે દાજી જતા મૃત્યુ ગરમ પાણીના તપેલામાં પડી જત કરૂણ બનાવ : પરિવાર હતપ્રભ 

જામનગર મોર્નિંગ - જામનગર તા.૪ : જોડિયાના હડિયાણા ગામે માસુમ આદિવાસી બાળકનું અકસ્માતે દાજી જતા મૃત્યુ નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે ધોરણસરની કાર્યવાહી આરંભી હતી. 
મળતી વિગત મુજબ જોડિયા તાલુકાના હડિયાણા ગામે રહેતા સુભાનભાઈ વસુનીયાનો બે વર્ષનો માસુમ પુત્ર રોહિત પોતાના ઘરે રમતા-રમતા ગરમ પાણીના તપેલામાં પડી જતા અક્સમાતે તેનું અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા પરિવારમાં કરૂણ આક્રન્દ છવાઈ ગયો છે. આ બનાવ અંગે જોડિયા પોલીસ મથકના એ.એસ.આઈ. એ. બી.ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.