દેવભૂમિ દ્વારકા જીલ્‍લાના જિલ્‍લા કક્ષાએ ખેલમહાકુંભ-૧૮માં વિજેતા થયેલ ખેલાડીઓએ પુરસ્‍કાર મેળવવા ફોર્મ ભરી દેવા.

દેવભૂમિ દ્વારકા તા.૧૪ ડિસેમ્‍બર, ખેલમહાકુંભ-૨૦૧૮માં દેવભુમિ દ્વારકા જિલ્લાકક્ષા એ વિજેતા થયેલા તમામ ખેલાડીઓને જણાવવામાં આવે છે કે ખેલમહાકુંભ ની કામગીરી પૂર્ણ થવાની હોય તો જે-તે રમત ના ખેલાડીઓ કે જે જિલ્લાકક્ષાની રમતો માં જે પ્રથમ દ્રિતીય અને તૃતીય સ્થાને આવેલ હોય અને વિજેતા પુરસ્કાર મેળવવા માટે ફોર્મ ભરેલ ના હોઈ કે ભુલી ગયેલ હોય તેવા ખેલાડીઓએ ફોટો આઈ.ડી/ખેલમહાકુંભનો યુ આઈ ડી (કે એમ કે આઈડી) નંબર/પાસ બુકની ઝેરોક્ષ/મોબાઇલ નંબર દેવાના બાકી હોય તો તેઓએ તા.૨૦/૧૨/૨૦૧૮ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જી.વી.જે. સરકારી હાઈસ્કૂલ, તા.ખંભાળીયા જી.દેવભુમિ દ્વારકા ખાતે પહોંચાડવાની રહેશે. નિયત સમય મર્યાદા બાદ આવેલ વિજેતા પુરસ્કારની વિગતો ધ્યાને લેવામાં આવશે નહિ અને ઇનામ મેળવવા પાત્ર રહશે નહિ જેની સંપૂર્ણ જવાબદારી જે-તે ખેલાડીની રહેશે જેની દરેક વિજેતા ખેલાડીઓએ નોંધ લેવી. તેમ રમત ગમત અધિકારીશ્રી રાવલીયાની યાદીમાં જણાવામાં આવે છે.