માછીમારો પાસેથી માછલીનો જથ્થો તથા વીએચએફ સાધન સહિત માલ સામાન ઝૂંટવી લીધોઃ રાષ્ટ્રપતિના કચ્છના પ્રવાસ પહેલા જખૌ જળ સીમા પાસે નાપાક કૃત્ય

પોરબંદર, તા. ભુજ-કચ્છ તા. ર૭ : કચ્છની જખૌ જળસીમા નજીક પાકિસ્તાન મરીન સીકયુરીટીઝ એજન્સી દ્વારા જામ સલાયાની અલ ગોરીશા સુલતાન અને નૂર એ અલ સુલતાન નામની ર બોટ ઉપર ફાયરીંગ કરીને આંતરીને બોટના માછીમારોને ઢોર મારી મારીને માછલીનો જથ્થો, વીએચએફ સંદેશા વ્યવહાર સાધન સહિત માલ સામાન લૂંટી લીધો હતો.
જાણવા મળતી વિગતો મુજબ આ બન્ને બોટ જામસલાયાથી ફિશીંગ કરવા નીકળી હતી અને જખૌ જળસીમા નજીક પહોંચી ત્યારે પાકિસ્તાન રીન સીકયુરીટીઝ ધસી આવીને હવામાં ફાયરીંગ કરતા માછીમારો ભયભીત થઇ ગયેલ. પાક મરીન દ્વારા બન્ને બોટમાંથી માછલીનો જથ્થો વીએચ.એફ સાધન સહિત માલસામાન લુ઼ટી લીધો હતો. અલ ગોરીશા  સુલતાન નામની બોટમાં પ માછીમારો હતાં. બન્ને બોટ હાજી જુણસ તથા હાજી જુમ્મા સંધારની માલીકી હોવાનું સૂત્રોએ જણાવેલ છે. પાક મરીન દ્વારા હવામાં ફાયરીંગ કરીને ભય ફેલાવેલ અને જાનહાની નહીં થયાનું જાણવા મળે છે. જખૌ કોસ્ટગાર્ડ પાસેથી આ બનાવ અંગે સત્તાવાર સમર્થક મળતું નથી. નારાયણ સરોવર પોલીસે આ બનાવ અંગે પ્રાથમિક વિગતો સ્થાનિક માછીમારો પાસેથી મળેલી વિગતોના આધારે આવી હતી. સત્તાવાર સમર્થન કે ફરીયાદ હજુ નોંધાઇ નથી. રાષ્ટ્રપતિ શનિવારે કચ્છના પ્રવાસે આવી રહેલ છે ત્યારે જળસીમાએ પાક મરીન દ્વારા ફાયરીંગના બનાવે ચર્ચા જગાવી છે.