દ્વારકા ખાતે ૮ જાન્‍યુ.-૨૦૧૯એ યોજાશે આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ


કલેકટરશ્રી જે.આર.ડોડીયાની અધ્‍યક્ષ સ્‍થાને બેઠક યોજાઇ.
દેવભૂમિ દ્વારકા તા.૧૪ ડિસેમ્‍બર, રાજય સરકાર દ્વારા દર વર્ષે પતંગ ઉત્‍સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્‍સવ પહેલા ફકત અમદાવાદ ખાતે યોજાતો હતો જેને ફકત અમદાવાદના લોકો જ માણી શકતા હતા. રાજય સરકાર દ્વારા હવે આ ઉત્‍સવને જિલ્‍લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ ઉજવવામાં આવી રહયો છે. જેને કારણે સમગ્ર ગુજરાતના લોકો આ ઉત્‍સવમાં સામેલ થઇ દેશ-વિદેશના પતંગબાજોના પતંગ કૈવતને નિહાળી શકે અને વિદેશના પતંગબાજો ગુજરાતના પતંગબાજોની ટેકનીક અને કૈવત લઇજઇ સંસ્‍કૃતિની આપલે કરે છે.
        આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવની ઉજવણીના અનુસંધાને જીલ્‍લા સેવા સદન, કલેકટર કચેરી, સભા ખંડ ખંભાળીયા ખાતે મિટીંગ યોજાઇ હતી. આ મિટીંગમાં દેવભૂમિ દ્વારકાના કલેકટરશ્રી જે.આર.ડોડીયાએ માહિતી આપતા જણાવ્‍યું કે, સમગ્ર ગુજરાતમાં યોજાનાર પતંગ ફેસ્‍ટીવલ દેવભૂમિ દ્વારકા જીલ્‍લાના દ્વારકા ખાતે રૂક્ષમણી મંદિર પાસે, હેલીપેડ ગ્રાઉન્‍ડમાં આગામી તા.૦૮-જાન્‍યુઆરી-૨૦૧૯ને સવારે ૧૦ કલાકે યોજાનાર છે. આ તકે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે કાઇટ ફેસ્‍ટીવલને લગતા વિવિધ મુદાઓ જેવા કે સાંસ્‍કૃતિક કાર્યક્રમ, કાઇટ માટેના સ્‍ટોલ, સ્‍વચ્‍છતા, પાણીની વ્‍યવસ્‍થા, પ્રાથમિક સારવાર વગેરેની વિસ્‍તૃત ચર્ચા કરી હતી.
        આ બેઠકમાં  દેવભૂમિ દ્વારકાના જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી આર.આર.રાવલ, અધિક કલેકરટશ્રી એ.પી.વાધેલા, એ.એસ.પી. સુંબે, પ્રાથમિક શિક્ષક અધિકારીશ્રી વાઢેર, આર. એન્‍ડ બી.ના પરમાર, દ્વારકા ચિફઓફિસરશ્રી ડોડીયા, દ્વારકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી, સમન શાખાના પટેલ અને તોરલ હોટલના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ ઉપસ્‍થિત રહયા હતા.