જામનગરમાં સરપંચ સંગઠન અને અખિલ ભારતીય પંચાયત પરિષદ દ્વારા વિશાળ ખેડૂત સંમેલન યોજાયું :જુદી-જુદી માંગણીઓ સાથેના પોસ્ટર લગાવી રેલી યોજી તંત્ર સમક્ષ કરાતી ઉગ્ર રજુઆત

જામનગર મોર્નિંગ - તા.૧૪ :જામનગર તાલુકાના 102 જેટલા ગામના ખેડૂતો તેમજ માલધારીઓ દ્વારા પોતાની જુદી-જુદી 13 જેટલી માંગણીઓને લઈને જામનગર પ્રદર્શન મેદાનમાં વિશાળ ખેડુત સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતું અને મહિલાઓની પણ હાજરી જોવા મળી હતી. જેમાં જુદી-જુદી માંગણીઓ સાથેના પોસ્ટર લગાવી રેલી યોજી જિલ્લાના વહીવટી તંત્ર સામક્ષ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. 
આ અંગેની વિગત એવી છે કે જામનગર તાલુકાના 102 જેટલા ગામોના સરપંચના સંગઠન દ્વારા થોડા દિવસો પહેલા વિજરખી ગામમાં એક બેઠક યોજવામાં આવી હતી જેમાં ખેડૂતો તેમજ માલધારીઓના જુદા-જુદા પ્રશ્નોને લઈને ખેડૂત મહાસંમેલન બોલાવવાનો નિર્ણય કરાયો હતો જેના અનુસંધાને 14મી ડિસેમ્બરના દિવસે જામનગરના પ્રદર્શન મેદાનમાં વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું.
જામનગર તાલુકાના સરપંચ સંગઠન તેમજ અખિલ ભારતીય પંચાયત પરિષદ તેમજ જામનગર તાલુકા ખેડૂત અને માલધારીઓ દ્વારા આયોજિત આ મહાસંમેલન જામનગર તાલુકા ભરમાંથી હજારોની સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના જુદા-જુદા 13 જેટલા પ્રશ્નોની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી કેટલાક ખેડૂત હાથમાં પોતાની માંગણી સાથેના પોસ્ટરો લઈને હાજર રહ્યા હતા. 
આ મહાસંમેલન જુદા-જુદા પ્રશ્નો અને વહીવટીતંત્ર તરફથી ખેડૂતો અને માલધારીઓને પડતી મુશ્કેલી અંગે ચર્ચા વિચારણા કર્યા પછી પ્રદર્શન મેદાનથી એક વિશાળ રેલી યોજવામાં આવી હતી જેમાં ખેડૂતો અને માલધારીઓ પગપાળા ચાલીને જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને વિસ્તૃત આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી. 
જેમાં જામનગર તાલુકાના ખેડૂતોના દેવા માફ કરવા, અને જામનગર તાલુકાના અછતગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોને પોષણયુક્ત ભાવ આપવા ખેડૂતોને ચાલુ સાલનો તાત્કાલિક પાક આપવા ખેડૂતોને ઘાસચારો અને ઘાસચારામાં સબસિડી આપવા સહિતના વિવિધ પ્રશ્નોનો ઉલંઘન કરી જામનગર તાલુકા ખેડૂતો તેમજ માલધારીઓને ન્યાય મળે તેવી ઉગ્ર માંગણી કરી હતી.