જામનગર મૉર્નિંગ - દ્વારકા : કલ્યાણપુરના નંદાણાના પરણીતાનું અકસ્માતે કુવામાં પડી જતા ગંભીર ઇજાના કારણે અને ચંદ્રાવાડાના યુવાનનું હ્નદયરોગના હુમલાથી મોત નિપજતા બંને બનાવ અંગે સ્થાનિક પોલીસે કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા વેજીબેન રાજશીભાઇ ચાવડા નામના 36 વર્ષના પરણિતા ગત તા. 24ના રોજ બપોરના ત્રણ વાગ્યાના સુમારે અકસ્માતે કુવામાં પડી જતા મોતને ભેટ્યા હતા મૃતક માનસિક બીમાર હોય ઘરેથી નીકળ્યા બાદ કુવામાં પડી જવાના કારણે બનાવ બનતા પતિ રાજશીભાઇ ચાવડા દ્વારા આ બનાવની કલ્યાણપુર પોલીસમાં જાણ કરતા પીએસઆઇ કે.એન. ઠાકરીયા આગળની તપાસ ચાલાવી રહ્યા છે.
તથા કલ્યાણપુરના ચંદ્રાવાડા ખાતે રહેતા રામદેભાઇ દેવાભાઇ ઓડેદરા નામના 40 વર્ષના યુવાનનું હ્નદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ બનાવ અંગે સ્થાનિક પોલીસમાં મૃતકના ભાઈ સામતભાઇએ જાણ કરતા હે.કો. ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.