જામનગરમાં અગાઉનું મનદુઃખ રાખી પરણીતાને ત્રણ શખ્સ દ્વારા મારકૂટ એટ્રોસિટી હેઠળ ગુન્હો નોંધાયો 

 જામનગર મોર્નિંગ - જામનગર તા.૪ : જામનગરના વામ્બે આવાસની પરણીતાને બે મહિલા સહિત ત્રણ શખ્સે અગાઉનું મનદુઃખ રાખી મારકૂટ કરી જાતિ પ્રત્યે અપમાનિત કરવા સબબ ફરિયાદ નોંધાવાતા સ્થાનિક પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી. 
મળતી વિગત મુજબ જામનગરના મયુરનગર રોડ પર આવેલા વામ્બે આવાસના બ્લોક નં.૧૪/૧૪માં રહેતા ભાવનાબેન મનજીભાઈ મકવાણાને બાજુમાં જ આવેલા બ્લોક નં.૨૧માં રહેતા મનહરબા સાથે અગાઉ મનદુઃખ થયું હતું તે બાબતનો ખાર રાખી ગયા બુધવારે સાંજે મનહરબાએ તારો ઉપાડો બહુ વધી ગયો છે તેમ કહી ગાળો ભાંડી ભાવનાબેનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. ત્યાર પછી મનહરબા સાથે રેશ્માબેન તથા વિજય માણેક નામના વ્યક્તિઓ આવ્યા હતા. તેઓએ પણ જાનથી મારી નાખવાની ધમકી આપી ભાવનાબેનને માર માર્યાે હતો જેની સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાવનાબેને ફરિયાદ નોંધાવી છે. પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.