ચેલા ગામનો બાઈક ચાલક ટ્રકની ઠોકરે ઘવાતા સારવારમાં

જામનગર મોર્નિંગ - તા.૧૪ : જામનગરના ચેલા ગામના બાઈક ચાલકને ટ્રકની ઠોકરે ઇજા પહોંચતા સારવારમાં ખસેડી સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ જામનગર નજીક ચેલા ગામમાં રહેતો અને માલધારી તરીકેનો વ્યવસાય કરતો રાજસુર નાગશીભાઈ વીંજાણી નામનો 21 વર્ષનો ચારણ યુવાન પોતાનું જીજે 10 સીડી 4729 નંબરનું બાઈક લઈને દરેડ ગામના પાટિયા પાસેથી પસાર થઇ રહ્યો હતો જે દરમ્યાન સામેથી પુરપાટ વેગે રહેલા જીજે 10 ટી 0827 નંબરના ટ્રકના ચાલકે બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઇકના ચાલક ચારણ યુવાનને ફેક્ચર સહિતની ગંભીર ઈજાઓ થતા તેને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી જી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જયારે ટ્રક ચાલક અકસ્માત સર્જયા પછી પોતાનો ટ્રક રેઢો મૂકીને પલાયન થઇ ગયો હતો જેથી પોલીસે ટ્રક કબ્જે કરી લઇ તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.