સલાયામાં પરણીતાના ગળેફાંસો ખાઈ આપઘાત પ્રકરણમાં સાસરિયાઓ સામે ફરિયાદ 
પોતાની પુત્રીને મરી જવા મજબુર કરવા અંગે માતાએ ફરિયાદ નોંધાવી 
જામનગર મોર્નિંગ - દ્વારકા
સલાયામાં થોડા દિવસ પૂર્વે ગળેફાંસો ખાઈ પરણીતાએ જિંદગી ટૂંકાવી લેતા મૃતકના માતાએ તેણીના સાસરિયાઓ સામે પોતાની પુત્રીને મરી જવા મજબુર કરવા અંગે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 
મળતી વિગત મુજબ સલાયામાં બારલોવાસ ખાતે રહેતી સુગરાબેન નામની પરણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક સુગરાબેનને દોઢ વર્ષના લગ્નજીવન દરમિયાન એક સંપ કરી શારીરિક-માનસિક દુઃખત્રાસ આપી અવારનવાર મારકૂટ કર્યા બાદ ઘરમાંથી કાઢી મુકતા તેણીએ જીવનલીલા સંકેલી લેતા યાતના આપવા બદલ સાસરિયાપક્ષના જુનસ અબ્દુલ સુંભણીયા, સખીનાંબેન જુનસભાઈ, ફિરોજાબેન દાઉદભાઈ તથા શબીરભાઈ જુનસભાઈ નામના ચાર શખ્સ સામે મૃતકના માતા નુરજહાંબેન હુસેનભાઇ સમાએ સલાયા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગે સલાયા મરીન પોલીસે ચારેય સામે ગુનો નોંધી ઇન્ચાર્જ પીઆઇ પી.એ. જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.